Wednesday, July 28, 2010
જિંદગી તો જીવાય છે જેમ-તેમ, પણ ખરી જિંદગી શું છે? કોને ખબર?
સપનાં તો જોયાં છે ઘણાં ઊંચા, સાકાર શી રીતે થશે? કોને ખબર?
નેતાઓ તો ઘણા આવ્યા દેશમાં, કર્તવ્યનિષ્ઠ કેટલાં રહ્યાં? કોને ખબર?
ભજની, કથા તો બહુ સાંભળી લોકે, જીવનમાં ઊતારી કોણે? કોને ખબર?
આજે છે જે જીવનની બધી સુખ-શાંતિ, કાલે પણ રહેશે સાથે? કોને ખબર?
આથી કહે છે ‘કવિ’ એટલું જ કે, જીવો અને જીવવા દો બીજાને,કાલે રહેશે હસ્તી આપણી? કોને ખબર?
Labels: General
Thursday, July 8, 2010
Infographic by PPC Blog
Labels: Informative, Technology
Thursday, July 1, 2010
ઢળતી ઉંમરનું આ ગીત ખુબજ વાસ્તવિક છે .
છેલ્લે તો બેજ જણા રહી જાય છે ( પતિ અને પત્ની.)
આમ પણ ભારતીય સમાજ એક પત્નીત્વમાં માને છે .
ઘડપણના વનરાવન ને રૂડું બનાવવું હોય તો આ સમાજની પરંપરા નીભાવ્યેજ છૂટકો.
‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
(quite very touchy lines...hats off to the poet )
છેલ્લે તો આપણે બે જ હોઈશું…
ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
Labels: General